જાળિયા જાળેશ્વર મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા
જાળિયા ગામે જાળેશ્વર મહાદેવ
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભ
શ્રી વિશ્વાનંદ માતાજી અને
સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ વિધિમાં જોડાયા
જાળિયા બુધવાર તા.૧૫-૧૧-૨૦૨૩
નૂતન વર્ષે જાળિયા ગામે જાળેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભ થયો છે.
ઉમરાળા તાલુકાના જાળિયા ગામે શ્રી જાળેશ્વર મહાદેવના નવનિર્મિત મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો નૂતન વર્ષે પ્રારંભ થયો છે. મંગળવારે ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે ગ્રામજનો દાતાઓ દ્વારા
પ્રારંભિક વિધિ બાદ બીજા દિવસે યજમાન પરિવાર સાથે અહીંના શ્રી શિવકુંજ આશ્રમના શ્રી વિશ્વાનંદ માતાજીએ શિવપૂજન કરી અહીંની વિધિમાં ભાગ લઈ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ મહોત્સવમાં રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા શિવપૂજન સાથે યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરી ગામ અને પંથક માટે શિવજી પાસે કામના વ્યક્ત કરી હતી.
મંગળવારથી ગુરુવાર સુધીમાં આ ત્રિદિવસીય મહોત્સવ પ્રસંગે જાળિયા ગામમાં ભારે ભાવ અને ઉત્સાહ રહ્યો છે.