સિહોર તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ મહામંત્રી બિનહરીફ
સિહોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં
પ્રમુખ અને મહામંત્રી બિનહરીફ
પ્રમુખ તરીકે શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી અને
મહામંત્રી તરીકે શ્રી પરાક્રમસિંહ ગોહિલ વરાયા
ઈશ્વરિયા રવિવાર તા.૪-૨-૨૦૨૪
સિહોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ અને મહામંત્રી બિનહરીફ રહ્યા છે. સંઘના પ્રમુખ તરીકે શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી અને મહામંત્રી તરીકે શ્રી પરાક્રમસિંહ ગોહિલ વરાયા છે.
સિહોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કારોબારી, મહામંત્રી અને પ્રમુખની ચૂંટણી યોજાઈ ગઈ, જેમાં તમામ ૩૦ કારોબારી સભ્યોની બીનહરીફ વરણી થવા પામી.
શનિવારે સિહોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મળેલી પ્રથમ કારોબારી બેઠકમાં પ્રમુખ તરીકે શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી (આચાર્ય, ભાણગઢ શાળા) અને મહામંત્રી તરીકે શ્રી પરાક્રમસિંહ ગોહિલ (મ.શિ. ભડલી શાળા) બીનહરીફ વરાયા છે, જેઓને તાલુકાના શિક્ષકો તેમજ કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવેલ છે.
આ ચૂંટણી પ્રક્રિયામાં ભાવનગર જિલ્લા શિક્ષક સંઘનાં પ્રમુખશ્રી મધુકરભાઈ ઓઝા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નિલેશભાઈ નાથાણી સાથે શ્રી વિજયભાઈ મકવાણા તથા શિક્ષક મંડળીનાં પ્રમુખશ્રી ગૌતમભાઈ કાઠિયા ઉપસ્થિત રહ્યા હતા.