ઈશ્વરિયા વિદ્યાર્થીઓને વિદાય
ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને વિદાય શુભકામના
ઈશ્વરિયા રવિવાર તા.૯-૪-૨૦૨૩
ઈશ્વરિયા ગામમાં પ્રાથમિક શાળામાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓ માટે વિદાય કાર્યક્રમ યોજાઈ ગયો. આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલના માર્ગદર્શન સાથે કેળવણી મંડળના પ્રમુખ શ્રી વીરશંગભાઈ સોલંકી તથા મંત્રી શ્રી મૂકેશકુમાર પંડિતની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને વિદાયમાન અપાયું. વર્ગ શિક્ષક શ્રી કિર્તીભાઈ ચૌહાણ, શ્રી દિપ્તીબેન વાઘેલા અને શ્રી ધૃતિબેન ચૌહાણ દ્વારા શુભકામના પાઠવાઈ.