બાળકો દ્વારા તકેદારી
ઈશ્વરિયામાં શાળાના બાળકો દ્વારા તકેદારી
ઈશ્વરિયા શુક્રવાર તા.૧૪-૭-૨૦૨૩
ચોમાસામાં વરસાદી પાણી ભરાતા ઈશ્વરિયા ગામની શાળાના બાળકો દ્વારા તકેદારી રખાઈ રહી છે. શાળામાં 'ધરતીના છોરું' અભિયાન તળે શિક્ષક શ્રી પ્રકાશભાઈ પંચાલના નેતૃત્વ સાથે ગામમાં ભરાયેલા ખાબોચિયામાં જંતુનાશક પ્રવાહી નાખવામાં આવેલ. અહી સણોસરા આરોગ્ય કેન્દ્રના શ્રી કિરીટસિંહ ચૌહાણ સાથે રહ્યા હતા. બાળકોને શિક્ષક શ્રી કિર્તીભાઈ ચૌહાણ દ્વારા માર્ગદર્શન અપાઈ રહ્યું છે.