image

ઈશ્વરિયા શાળા બોર ખાવાની મોજ

 
ઈશ્વરિયા શાળાના બાળકોએ
ડુંગરના ભ્રમણ સાથે માણી બોર ખાવાની મોજ
પ્રાથમિક શાળા દ્વારા પર્યટન સાથે યોજાયું વનભોજન
 
ઈશ્વરિયા ગુરુવાર તા.૧૫-૧૨-૨૦૨૨
 
વિદ્યાર્થી બાળકોને શિક્ષણ સાથે પ્રકૃતિનું પ્રત્યક્ષ શિક્ષણ મળે તેવા હેતુથી ઈશ્વરિયા શાળા દ્વારા પર્યટન સાથે વનભોજન આયોજન થઈ ગયું, જેમાં બાળકોએ ડુંગરના ભ્રમણ સાથે બોર ખાવાની મોજ લીધી હતી.
 
સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળા દ્વારા બાજુના ડુંગર વિસ્તારમાં શ્રી વડલીમાતા સ્થાનક પર આજે પર્યટન સાથે વનભોજન કાર્યક્રમનું આયોજન થઈ ગયું.
 
શાળાના આચાર્ય અને શિક્ષકગણના સંકલન માર્ગદર્શન સાથે ધોરણ ૧થી ૮ના આ વિદ્યાર્થી બાળકોને શિક્ષણ સાથે પ્રકૃતિનું પ્રત્યક્ષ શિક્ષણ મળે તેવા હેતુથી ડુંગર વિસ્તારમાં પર્યટન સાથે વનભોજન આયોજન થઈ ગયું, જેમાં બાળકોએ ડુંગરના ભ્રમણ સાથે બોરડી પરના કાંટા વાગવાના અનુભવ સાથે બોર વીણવાની અને ખાવાની મોજ લીધી હતી. આ શાળાના બાળકોએ અહીંયા ઈશ્વરપુર પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી. બાળકોને રમત ગમત, ગીત ગાન સાથે આનંદ કિલ્લોલ કરતાં મોજ પડી ગઈ હતી.