image

સણોસરા ઓખા અને જેતલસર રેલગાડી માંગ

સણોસરા રેલ મથક પર ઓખા અને
જેતલસર રેલગાડી ઉભી રાખવા માંગ
ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા
સમિતિ દ્વારા થયેલી રજૂઆત
 
ઈશ્વરિયા રવિવાર તા.૧૮-૨-૨૦૨૪
 
સણોસરા રેલ મથક પર ઓખા અને જેતલસર રેલગાડી ઉભી રાખવા માંગ થઈ રહી છે. ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિ દ્વારા આ અંગે રજૂઆત થઈ છે, પરંતુ તંત્રને પડી નથી.
 
ભાવનગર રેલ મંડળ અંતર્ગત સણોસરા રેલ મથક પર અસંખ્ય ઉતારુઓ હોવા છતાં ઓખા અને જેતલસર રેલગાડી ઉભી નહિ રાખવાનું શું કારણ હશે ? 
 
પશ્ચિમ રેલવે અંતર્ગત ભાવનગર રેલ મંડળમાં સિહોર અને ધોળા વચ્ચે આવેલ સણોસરા રેલ મથક પર કેટલીક સ્થાનિક ઉતારું ગાડીઓને ઉભી રાખવા ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિના વ્યવસ્થાપક શ્રી મૂકેશકુમાર પંડિત દ્વારા સંબંધિતોને માંગ રજૂઆત થઈ છે, પરંતુ તંત્રને યાત્રિકોની માંગ અને સુવિધા અંગે કશી પડી નથી.
 
સણોસરા ખાતેથી સણોસરા, ઈશ્વરિયા, વાવડી (ગજાભાઈ), રેવા, ગોલરામા, માલપરા, કૃષ્ણપરા, રામધરી, ચોરવડલા સહિત આજુબાજુના દસ જેટલા ગામોના યાત્રિકો મોટી સંખ્યામાં લાભ લેતા રહેલા છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ અહીંયા ઊભી રહેતી રેલગાડીઓ કોરોના બિમારી બાદ શરૂ થતાં અહીંયા ઊભી રાખવામાં આવતી નથી. આ અંગેની રજૂઆત સંબંધિત વિભાગોમાં કરવામાં આવી છે અને ઓખા ભાવનગર અને જેતલસર ભાવનગર વચ્ચે આવજા કરતી ગાડીઓ ઊભી રાખવા ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિ દ્વારા માંગ થયેલી છે.