સણોસરા ઓખા અને જેતલસર રેલગાડી ઉભી નહિ રાખવાનું કારણ?
સણોસરા : ઉતારુઓ હોવા છતાં ઓખા અને જેતલસર રેલગાડી ઉભી નહિ રાખવાનું શું કારણ?
ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિ દ્વારા થયેલી માંગ
ઈશ્વરિયા શુક્રવાર તા.૧૦-૨-૨૦૨૩
ભાવનગર રેલ મંડળ અંતર્ગત સણોસરા રેલ મથક પર અસંખ્ય ઉતારુઓ હોવા છતાં ઓખા અને જેતલસર રેલગાડી ઉભી નહિ રાખવાનું શું કારણ? ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિ દ્વારા માંગ થયેલી છે.
પશ્ચિમ રેલવે અંતર્ગત ભાવનગર રેલ મંડળમાં સિહોર અને ધોળા વચ્ચે આવેલ સણોસરા રેલ મથક પર કેટલીક સ્થાનિક ઉતારું ગાડીઓને ઉભી રાખવા ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિના વ્યવસ્થાપક શ્રી મૂકેશકુમાર પંડિત દ્વારા સંબંધિતોને માંગ રજૂઆત થઈ છે.
સણોસરા ખાતેથી સણોસરા, ઈશ્વરિયા, વાવડી (ગજાભાઈ), રેવા, ગોલરામા, માલપરા, કૃષ્ણપરા, રામધરી, ચોરવડલા સહિત આજુબાજુના દસ જેટલા ગામોના યાત્રિકો મોટી સંખ્યામાં લાભ લેતા રહેલા છે. અગાઉ અહીંયા ઊભી રહેતી રેલગાડીઓ કોરોના બિમારી બાદ શરૂ થતાં અહીંયા ઊભી રાખવામાં આવતી નથી. આ અંગેની રજૂઆત સંબંધિત વિભાગોમાં તપાસ સૂચિત કરીને ઓખા ભાવનગર અને જેતલસર ભાવનગર વચ્ચે આવજા કરતી ગાડીઓ ઊભી રાખવા માંગ થયેલી છે.
આ રેલગાડીઓ સ્થાનિક ઉતારું ગાડીઓ હોવા છતાં સણોસરા ઊભી રાખવામાં આવતી નથી. આમ કેમ ? તેમ તંત્ર સામે રોષ સાથે પ્રશ્ન રહેલ છે અને બનતી ત્વરાએ નિર્ણય લેવા અનુરોધ કરાયો છે.