
પ્રકૃતિ પ્રસન્ન થવાનાં બદલે...
ઈશ્વરિયા શનિવાર તા.૨-૩-૨૦૨૪
ઋતુઓ સાથે તેનું હવામાન વાતાવરણ ચોક્કસ જોડાયેલું છે, આમ તો હવે 'જોડાયેલું છે' એમ નહિ પણ 'જોડાયેલું હતું' એમ કહેવું વધુ બરાબર લાગે છે. પર્યાવરણનાં નિકંદન કાઢીને આપણે હવે ઋતુચક્રને વેરવિખેર કરી નાખ્યું છે. શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ... આ બધાં પાસાઓ રફેદફે કરી નાખ્યાં. જેમ જેમ શિક્ષણ અને સંશોધનો વધતાં ગયાં તેમ તેમ પ્રકૃતિને વધુને વધુ ચૂંથી નાખી અને તેનાં વળતાં ઘા પણ આવવાં માંડ્યા. છેલ્લાં ત્રણ ચાર દિવસથી ઠંડીની રાહમાં ગરમી લાગી અને ત્યાં વરસાદ પણ પડ્યો. ઈશ્વરિયા ગામનાં આ દશ્ય જેમ બહાર ગોહિલવાડ તેમજ સૌરાષ્ટ્ર સહિત સર્વત્ર આકાશમાં ન ગમતાં વાદળાંઓ ઉભરાયા છે. આપણાં સ્વાર્થી વ્યવહારે પ્રકૃતિ પ્રસન્ન થવાનાં બદલે ત્રાસ પોકારી રહી છે... શું થશે...? જોઈએ... સમજીએ તો સારું, નહિ તો સત્યાનાશ તો છે જ...!!!
( તસવીર - મૂકેશ પંડિત - ઈશ્વરિયા)