ઈશ્વરિયા આસ્થાનું કેન્દ્ર નીલકંઠ મહાદેવ
ઈશ્વરિયા ગામમાં આસ્થાનું કેન્દ્ર
રહેલ નીલકંઠ મહાદેવ સ્થાન
ગ્રામજનો વતનપ્રેમી દાતાઓ દ્વારા
રૂપિયા સવા કરોડનાં ખર્ચે જીર્ણોધ્ધાર થયેલ શિવાલય
ઈશ્વરિયા શનિવાર તા.૨૩-૮-૨૦૨૫
ઈશ્વરિયા ગામમાં આસ્થાનું કેન્દ્ર નીલકંઠ મહાદેવ સ્થાન રહેલ છે. ગ્રામજનો વતનપ્રેમી દાતાઓ દ્વારા રૂપિયા સવા કરોડનાં ખર્ચે જીર્ણોધ્ધાર થયેલ શિવાલય દર્શનીય રહ્યું છે.
ગોહિલવાડ સહિત સર્વત્ર શિવજીનાં નાના મોટા સ્થાન દર્શનીય રહેલ છે. ઈશ્વરિયા ગામમાં નીલકંઠ મહાદેવ સ્થાન આસ્થાનું કેન્દ્ર રહેલ છે.
ઈશ્વરિયામાં આ શિવાલયમાં રહેલ તકતી મુજબ અગાઉ સંવત ૨૦૦૪માં શેઠ સુંદરજી મોતીભાઈનાં વિધવા ગંગા સ્વરૂપ કાશીબહેને પોતાનાં નણંદ સદગત જુઠીબેનનાં પુણ્યાર્થે રૂપિયા ૧૦૦૧ આપેલાં. આ શિવાલયનો ગયા વર્ષે ગ્રામજનો વતનપ્રેમી દાતાઓ દ્વારા રૂપિયા સવા કરોડનાં ખર્ચે જીર્ણોધ્ધાર થયેલ છે.
ભાવિક શ્રધ્ધાળુઓ અહીંયા મહા શિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન સત્સંગ, પૂજન અને પ્રસાદ લાભ લેતાં રહે છે.
