નીલકંઠ મહાદેવ મંદિર નવનિર્માણ ખાતમુહૂર્ત વિધિ
ઈશ્વરિયા ગામે નીલકંઠ મહાદેવ મંદિર
નવનિર્માણ માટે ખાતમુહૂર્ત વિધિ થઈ
સ્થાનિક તેમજ બહાર ગામ રહેતા વતનપ્રેમી દાતાઓ
આસ્થા અને ઉમંગ સાથે સહભાગી બન્યા
ઈશ્વરિયા ગુરુવાર તા.૨૬-૧-૨૦૨૩
ઈશ્વરિયા ગામે વર્ષો જૂના શિવાલય નવનિર્માણ માટે ભાવિક ગ્રામજનો અને દાતાઓનો સંકલ્પ વસંત પંચમી પર્વે સિદ્ધ થયો છે.
સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે નૂતન શિવાલય નવનિર્માણ માટે શ્રી નીલકંઠ મહાદેવ નવનિર્માણ સમિતિના સંકલન સાથે આગેવાનો અને કાર્યકરોના આયોજન સાથે વસંતપંચમી પર્વે યોજાયેલ ખાતમુહુર્ત વિધિમાં યજ્ઞ તથા પૂજનમાં ગામમાંથી દંપતીઓ જોડાયા હતા.
આ પ્રસંગે ધાર્મિક સામાજિક અગ્રણીઓ સાથે સ્થાનિક તેમજ બહાર ગામ રહેતા વતનપ્રેમી દાતાઓ ઉદારતાથી આસ્થા અને ઉમંગ સાથે આ ઐતિહાસિક પ્રસંગમાં સહભાગી બન્યા છે.