image

નીલકંઠ મહાદેવ મંદિર જીર્ણોધ્ધાર

ઈશ્વરિયા ગામે ભાવિકોનાં સહયોગથી
નીલકંઠ મહાદેવ મંદિર જીર્ણોધ્ધાર 
 
સુંદર શિવાલયનું થઈ રહેલ નિર્માણ
 
ઈશ્વરિયા ગુરુવાર તા.૭-૩-૨૦૨૪
 
ઈશ્વરિયા ગામમાં ભાવિકોનાં સહયોગથી નીલકંઠ મહાદેવ મંદિર જીર્ણોધ્ધાર ચાલી રહેલ છે. અહી સુંદર શિવાલયનું નિર્માણ થઈ રહેલ છે.
 
સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામમાં ભોળાનાથ શિવજીનાં સ્થાન માટે ભાવિકોનાં તન, મન અને ધન સાથેનાં સહયોગથી કામગીરી ચાલી રહી છે. 
 
નીલકંઠ મહાદેવ મંદિર વર્ષો પહેલાં સ્થાપના થઈ હશે પરંતુ તકતી ઉલ્લેખ મુજબ સંવત ૨૦૦૪ દરમિયાન રૂપિયા ૧૦૦૧ દાન સાથે જીર્ણોધ્ધાર થયેલ જે લગભગ ૭૫ વર્ષ બાદ વર્તમાન સંવત ૨૦૭૯ તથા ૮૦ દરમિયાન વતન પ્રેમી દાતાઓ દ્વારા લગભગ રૂપિયા એક કરોડ જેટલી ઉદાર સખાવત સાથે  પૂનઃ જીર્ણોધ્ધાર કામગીરી ચાલી રહી છે. 
 
ભાવિકોનાં ભરપૂર સહયોગ સાથે આ શિવાલય નિર્માણ માટે સેવાભાવી આગેવાન કાર્યકરોની સમિતિની દેખરેખ સાથે મંદિર વાસ્તુશાસ્ત્ર મુજબ વિધિ સાથે સુંદર નિર્માણ થઈ રહેલ છે.