નવરાત્રી મંડળ દ્વારા યજ્ઞ
ઈશ્વરિયામાં નવરાત્રી મંડળ દ્વારા યોજાયો યજ્ઞ
ઈશ્વરિયા ગુરુવાર તા.૯-૧૦-૨૦૨૫
શક્તિ પર્વ નવરાત્રિમાં ઈશ્વરિયા ગામમાં શ્રી ખાંડિયા કોઠાવાળા ખોડિયાર માતાજી ચોકમાં આસ્થા અને ઉત્સાહ સાથે ગરબા લેવાયાં. નવરાત્રી સમાપન થતા શ્રી ઈશ્વરિયા નવરાત્રી મંડળ દ્વારા આ ચોકમાં યજ્ઞ યોજાયો અને આહુતિઓ સાથે ગામનાં કલ્યાણની ભાવના કરવામાં આવી.
