ઈશ્વરિયા માધ્યમિક શાળા પર્યાવરણ પાઠ
ઈશ્વરિયાની માધ્યમિક શાળામાં પર્યાવરણના પાઠ
ઈશ્વરિયા ગુરુવાર તા.૩૧-૮-૨૦૨૩
પર્યાવરણ જાગૃતિ સાથે શિક્ષણ અંગે સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામની સરકારી માધ્યમિક શાળામાં કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાયો હતો. 'ધરતીના છોરું' અભિયાન સાથે વિદ્યાર્થીઓને પ્રદૂષણની ઘાતક અસરો સામે પર્યાવરણના પાઠ ભણાવવામાં આવેલ. શિક્ષકો શ્રી નિતેશ જોષી તથા શ્રી દેવરાજ ઉકાણી દ્વારા પ્રાસંગિક વાત કરવામાં આવેલ.