image

માધ્યમિક શાળાનાં શિક્ષકોને સન્માન

ઈશ્વરિયા માધ્યમિક શાળાનાં
શિક્ષકોને સન્માન એનાયત
 
ઈશ્વરિયા શનિવાર તા.૬-૯-૨૦૨૫
 
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ વર્ષ ૨૦૨૫ પરીક્ષામાં પોતાનાં વિષયમાં ૧૦૦ ટકા પરિણામ લાવનાર શિક્ષકો શ્રી ચિંતન ત્રિવેદી (અંગ્રેજી) તથા શ્રી વિપુલ મકવાણા (વિજ્ઞાન) સન્માનિત થયાં છે. શિક્ષક દિવસે ભાવનગરમાં યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાના હસ્તે શિક્ષણાધિકારી શ્રી હિતેન્દ્રસિંહ પઢેરિયાની ઉપસ્થિતિમાં સન્માન એનાયત કરવામાં આવેલ. આ શિક્ષકોને શાળા પરિવાર તથા ઈશ્વરિયા કેળવણી મંડળ દ્વારા અભિનંદન પાઠવાયાં છે.