ઈશ્વરિયા માધ્યમિક શાળા આચાર્ય નિવૃત્ત વિદાય સન્માન
ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળાના આચાર્ય
શ્રી રાજેશભાઈ ભટ્ટ નિવૃત્ત થતાં વિદાય સન્માન
આગેવાનો અને શિક્ષકો દ્વારા થયું આયોજન
ઈશ્વરિયા ગુરુવાર તા.૮-૨-૨૦૨૪
ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ ભટ્ટ નિવૃત્ત થતાં વિદાય સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો.
સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે સરકારી માધ્યમિક શાળામાં આચાર્ય રહેલા શ્રી રાજેશભાઈ ભટ્ટ નિવૃત્ત થતાં આગેવાનો અને શિક્ષકો દ્વારા વિદાય સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈશ્વરિયા કેળવણી મંડળના અગ્રણીઓ શ્રી વીરશંગભાઈ સોલંકી, શ્રી બાબુભાઈ મકવાણા, શ્રી મૂકેશકુમાર પંડિત સાથે શ્રી જુગતરામભાઈ દેવમુરારી, શ્રી વલ્લભભાઈ ચૌહાણ દ્વારા સન્માન સાથે શુભકામના પાઠવવામાં આવી.
ઈશ્વરિયા માધ્યમિક શાળા પરિવારના શ્રી ચિંતનભાઈ ત્રિવેદી, શ્રી દેવરાજભાઈ ઉકાણી, શ્રી નીતેશભાઈ જોષી, શ્રી ભગીરથભાઈ સાંગા અને વિદ્યાર્થીઓ દ્વારા નિવૃત્ત થતાં શ્રી રાજેશભાઈ ભટ્ટનાં આગામી જીવન માટે વંદના સાથે શુભકામના વ્યક્ત કરી અભિવાદન કરવામાં આવેલ. પ્રાથમિક શાળા પરિવારના સંકલન સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.