શ્રી કિશોરભાઈ ત્રિવેદીનું અવસાન થતાં શોક
ઈશ્વરિયાના કર્મકાંડ સાથે જોડાયેલા શ્રી કિશોરભાઈ ત્રિવેદીનું
અવસાન થતાં શોકની લાગણી
ઈશ્વરિયા બુધવાર તા.૧૨-૪-૨૦૨૩
ઈશ્વરિયાના સરળ મળતાવડા સ્વભાવના અને કર્મકાંડ સાથે જોડાયેલા શ્રી કિશોરભાઈ અંબાશંકર ત્રિવેદીનું ૬૦ વર્ષની વયે અવસાન થતાં ગામમાં શોકની લાગણી જન્મી છે. સ્વર્ગસ્થ શ્રી કિશોરભાઈ ત્રિવેદી ઈશ્વરિયા (સિહોર) તેમજ આસપાસના પંથકમાં ગોર તરીકે કર્મકાંડના સાત્વિક કામોમાં લોકચાહના મેળવેલ વ્યક્તિ હતા. આજે બુધવારે સવારે તેઓનું અકાળ અવસાન થતાં બ્રહ્મસમાજ સાથે ગામ અને આસપાસના વિસ્તારમાં દુઃખની લાગણી ફેલાઈ છે.