ઈશ્વરિયામાં ગૌરી પૂજન
ઈશ્વરિયામાં શ્રી દિગ્વિજયદાસજી મહારાજ
દ્વારા ગૌરી પૂજન કરવામાં આવ્યું
ઈશ્વરિયા રવિવાર તા.૨૨-૧૦-૨૦૨૩
શક્તિ ઉપાસનાના તહેવાર નવરાત્રિમાં આઠમ પર્વે ઈશ્વરિયા ગામે સણોસરાના શ્રી દિગ્વિજયદાસજી મહારાજ દ્વારા ગૌરી પૂજન કરવામાં આવ્યું.
આંગણવાડી વિભાગના અધિકારી શ્રી હેમાબેન દવેના આયોજન અને સ્થાનિક સેવાભાવી બહેનોના સંકલન સાથે અહી સણોસરાના શ્રી બટુક હનુમાનજી ઉપાસક શ્રી દિગ્વિજયદાસજી મહારાજ દ્વારા કુમારિકાઓના પૂજન સાથે પ્રસાદ અને ભેટ અર્પણ કરવામાં આવેલ.
શક્તિ ઉપાસનાના આ સનાતન તહેવાર નવરાત્રિમાં આઠમ પર્વે યોજાયેલ આ ગૌરી પૂજન ઉપક્રમમાં આંગણવાડી પરિવારના સંકલનમાં શ્રી દયાબેન ગોસ્વામી, શ્રી શિલ્પાબેન ગોસ્વામી, શ્રી અલ્પાબેન ગોસ્વામી, શ્રી રંજનબેન દવે, શ્રી અસ્મિતાબેન ચૌહાણ, શ્રી ગૌરીબેન મકવાણા, શ્રી નિધિબેન દવે અને સેવાભાવી બહેનોએ જહેમત ઉઠાવી હતી.