image

ઈંગ્લેન્ડમાં સુર સંગીત આપતા શ્રી ધ્રુવ દવે

ઈંગ્લેન્ડમાં શ્રી ગિરિબાપુના વ્યાસાસને શિવકથામાં
સુર સંગીત આપતા શ્રી ધ્રુવ દવે
ઈશ્વરિયાના ગૌરવરૂપ સંગીતકાર ગાયક
 
ઈશ્વરિયા બુધવાર તા.૧૨-૭-૨૦૨૩
 
ભાવનગર જિલ્લાના ઈશ્વરિયા ગામના ગૌરવ રૂપ યુવાન સંગીતકાર ગાયક શ્રી ધ્રુવ દવે દેશ વિદેશમાં સુર સંગીત આપી રહેલ છે. હાલ ઈંગ્લેન્ડમાં શ્રી ગિરિબાપુના વ્યાસાસને ચાલતી શિવકથામાં જોડાયેલા
 છે.
 
સુપ્રસિદ્ધ કથાકાર શ્રી ગિરિબાપુ દેશ વિદેશમાં કથા સત્સંગ લાભ આપી રહ્યા છે. હાલ તેઓ ઈંગ્લેન્ડની ધર્મયાત્રા પર છે, જ્યાં અલગ અલગ સ્થાનો પર શિવમહાપુરાણ કથા આયોજનો ચાલી રહ્યા છે.
 
શ્રી ગિરિબાપુના સંગીતવૃંદમાં ભાવનગર જિલ્લાના ઈશ્વરિયા ગામના સંગીતકાર ગાયક શ્રી ધ્રુવ દવે સુર સંગત આપી રહ્યા છે. હાલની ઈંગ્લેન્ડ ધર્મયાત્રામાં શ્રી ગિરિબાપુના વ્યાસાસને ક્રમશઃ લેસ્ટર, સડબરી, વોલસલ, ઓલધમ, લીડ્સ અને સ્વિંડન ખાતે જોડાયેલા છે. 
 
ઈશ્વરિયા ગામના આ ગૌરવરૂપ યુવક ગાયક સંગીતકાર ગુજરાત સહિત દેશના ઘણાં સ્થાનો ઉપરાંત વિદેશમાં ઈંગ્લેન્ડ લંડન, દુબઈ આરબ અમિરાત, કેન્યા આફ્રિકા, માનસરોવર ચીન તેમજ નેપાળમાં સંગીત સુર આપવા જઈ આવેલ છે. આમ, આ યુવાન કળાકાર દેશ વિદેશમાં સુર સંગીત આપી રહેલ છે.