
ઈશ્વરિયા ચકલી માળા
ઈશ્વરિયામાં ચકલી માળા વિતરણ થયું
ઈશ્વરિયા રવિવાર તા.૧૭-૩-૨૦૨૪
ચકલી સંરક્ષણ અને ઉછેર હેતુ ઈશ્વરિયામાં ચકલી માળા વિતરણ થયું છે. જાણીતા પર્યાવરણવિદ્દ અને વન વિભાગનાં નિવૃત્ત અધિકારી શ્રી વિરજીભાઈ બાલા અને અભિયાનનાં પ્રેરક પર્યાવરણ પ્રેમી શ્રી રમેશભાઈ પટેલનાં નેતૃત્વમાં ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળામાં ચકલી માળા વિતરણ થયું. અહીંયા કાર્યકર્તા પત્રકાર શ્રી મૂકેશકુમાર પંડિત, આચાર્ય શ્રી મિતેષભાઈ જોષી, શ્રી દેવરાજભાઈ ઉકાણી સાથે શ્રી ભગીરથભાઈ સાંગા અને વિદ્યાર્થીઓ જોડાયેલ. જાળિયા પાનસડા ગામનાં સ્વર્ગસ્થ ભરતભાઈ રાઘવજીભાઈ ભિકડિયા પરિવાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં થઈ રહેલ માળા વિતરણનો લાભ અહીંયા મળ્યો છે.