image

ઈશ્વરિયા ગામ બસ સુવિધાથી વંચિત

તંત્રની અકોણાઈથી ઈશ્વરિયા ગામ
કાયમ બસ સુવિધાથી વંચિત 
 
ઈશ્વરિયા પાટિયા પર પણ બસ ઊભી ન રાખતા
પરેશાનીથી ઈશ્વરિયા ગ્રાહક સુરક્ષા મંડળનો રોષ
 
ઈશ્વરિયા શુક્રવાર તા.૨૭-૧-૨૦૨૩
 
અવનવી યોજનાઓ મૂકી રહેલ તંત્ર ગામડાઓની બસ સુવિધા માટે નીંભર રહ્યું છે. તંત્રની અકોણાઈથી ઈશ્વરિયા ગામ કાયમ બસ સુવિધાથી વંચિત રહ્યું છે.
 
ઈશ્વરિયા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સરકારની આ સુવિધામાં છેવાડા ગામોને લાભથી વંચિત રાખતા તંત્ર સામે રોષ વ્યક્ત થયો છે. ઈશ્વરિયા ગામ સાથે જોડાયેલ ત્રણ બસ એક પછી એક બંધ કરી દેવામાં આવી છે, જે દરેકમાં સ્થાનિક ઉતારુઓનું સારું પ્રમાણ હોવા છતાં તંત્રની અકોણાઈ રહી છે.
 
ઈશ્વરિયા આવતી ભાવનગરથી સવારની ૯-૩૦ કલાકની, બપોરે ૩-૩૦ કલાકની અને રાત્રી રોકાણ કરતી બસ એક બાદ એક બંધ કરી દેવામાં આવી છે, આ અંગે ભારે માંગ છતાં ભાવનગર વિભાગીય કચેરી જે ભાવનગર કેન્દ્રને કશી પડી નથી.
 
ગામમાં તો બાદ નથી આવતી ઉપરાંત ભાવનગર રાજકોટ માર્ગ પર ઈશ્વરપુર વિસ્તારમાં  ઈશ્વરિયા પાટિયા પર પણ કેટલીક બસ ઉભી રખાતી નથી, જેથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને ધંધાર્થીઓને પરેશાનીથી મંડળ દ્વારા રોષ રહ્યો છે, જે સુવિધા તાકીદે શરૂ કરવા માંગ રહેલી છે.
 
ઈશ્વરિયા પાટિયા પર સવારે ૬-૩૦ આસપાસ પસાર થતી ભુરખિયા ભાવનગર તેમજ ગઢડા ભાવનગર બસ ઊભી રાખવામાં આવતી નથી. આ ઉપરાંત સવારે ૧૧-૧૫ આસપાસ લીલીયા ભાવનગર બસ પણ સીધી હંકારી જવાય છે. જેથી અહી ઉભેલા ઉતારુઓ રઝળતા જ રહે છે.