image

ઈશ્વરિયા ગામને બસ સુવિધા નહિ

નિગમને કે મુખ્યમંત્રીને રજૂઆત કરો તોય ઈશ્વરિયા ગામને
ભાવનગરનું તંત્ર બસ સુવિધા નહિ આપે
અનેક રજૂઆતો છતાં એક બાદ એક ત્રણ બસ બંધ કરવામાં કોનું રાજકારણ હશે?
 
ઈશ્વરિયા શુક્રવાર તા.૭-૭-૨૦૨૩
 
અવનવી યોજનાઓ ભલે મૂકવામાં આવે પણ નિગમને કે મુખ્યમંત્રીને રજૂઆત કરો તોય ઈશ્વરિયા ગામને ભાવનગરનું તંત્ર બસ સુવિધા નહિ આપે તેવું થયું છે. અનેક રજૂઆતો છતાં એક બાદ એક ત્રણ બસ બંધ કરવામાં કોનું રાજકારણ હશે? તે સમજાતું નથી.
 
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમનું ભાવનગરનું તંત્ર ગામડાઓની બસ સુવિધા માટે નીંભર રહ્યું છે. તંત્રની અકોણાઈથી ઈશ્વરિયા ગામ કાયમ બસ સુવિધાથી વંચિત રહ્યું છે.
 
ઈશ્વરિયા ગામ સાથે જોડાયેલ ત્રણ બસ એક પછી એક બંધ કરી દેવામાં આવી છે, જે દરેકમાં સ્થાનિક ઉતારુઓનું સારું પ્રમાણ હોવા છતાં તંત્રની અકોણાઈ રહી છે.
 
ઈશ્વરિયા આવતી ભાવનગરથી સવારની ૯-૩૦ કલાકની, બપોરે ૩-૩૦ કલાકની અને રાત્રી રોકાણ કરતી બસ એક બાદ એક બંધ કરી દેવામાં આવી છે, આ અંગે ભારે માંગ છતાં ભાવનગર વિભાગીય કચેરી જે ભાવનગર કેન્દ્રને કશી પડી નથી. આ અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીને અને નિગમના વડાઓને પણ કાર્યકર્તા પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા રજૂઆત થઈ છે. આવી અનેક રજૂઆતો છતાં એક બાદ એક ત્રણ બસ બંધ કરવામાં કોનું રાજકારણ હશે? તે સમજાતું નથી. સરકાર અને વિભાગ દ્વારા અવનવી યોજનાઓ ભલે મૂકવામાં આવે તોય ઈશ્વરિયા ગામને ભાવનગરનું તંત્ર બસ સુવિધા નહિ આપે તેવું થયું છે.
 
ગામમાં તો બસ નથી આવતી ઉપરાંત ભાવનગર રાજકોટ માર્ગ પર ઈશ્વરપુર વિસ્તારમાં  ઈશ્વરિયા પાટિયા પર પણ કેટલીક બસ ઉભી રખાતી નથી, જેથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને ધંધાર્થીઓને પરેશાનીથી રોષ રહ્યો છે, જે સુવિધા તાકીદે શરૂ કરવા માંગ રહેલી છે.