image

ઈશ્વરિયા આયુર્વેદિક સર્વરોગ નિદાન શિબિર

ઈશ્વરિયા ગામે યોજાયેલ નિઃશુલ્ક
આયુર્વેદિક સર્વરોગ નિદાન શિબિર
 
આદિનાથ સંસ્થા પાલિતાણા દ્વારા મળ્યો લાભ
 
ઈશ્વરિયા સોમવાર તા.૨૯-૯-૨૦૨૫
 
ઈશ્વરિયા ગામે આદિનાથ સંસ્થા પાલિતાણા દ્વારા યોજાયેલ નિઃશુલ્ક આયુર્વેદિક સર્વરોગ નિદાન શિબિરનો દર્દીઓને લાભ મળ્યો છે.
 
સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે સ્થાનિક કાર્યકર્તાઓના સંકલન સાથે યોજાયેલ નિઃશુલ્ક આયુર્વેદિક સર્વરોગ નિદાન શિબિરમાં દર્દીઓએ લાભ લીધો છે.
 
આદિનાથ સંસ્થા પાલિતાણા દ્વારા યોજાયેલ આ શિબિરમાં વૈદ્ય શ્રી મેહુલ દવે તથા શ્રી કરિશ્મા ચેતવણી દ્વારા દર્દીઓનું નિદાન સેવા કાર્ય થયું હતું. ગામના દર્દીઓને આ શિબિરનો સારો લાભ મળ્યો છે.