ઈશ્વરિયા આંગણવાડીમાં ભેટ
ઈશ્વરિયાની આંગણવાડીમાં મળી ભેટ
ઈશ્વરિયા શનિવાર તા.૫-૮-૨૦૨૩
નાના ભૂલકાઓને નાસ્તા માટે ઉપયોગી વાસણો અને ખુરશીની ભેટ ઈશ્વરિયા ગામે ઈશ્વરપુર વિસ્તારની આંગણવાડીને મળી છે. દાતા શ્રી કાળુભાઈ ભિકડિયા, શ્રી દેવરાજભાઈ સવાણી તથા શ્રી બચુભાઈ વઢવાણિયા દ્વારા આંગણવાડી સંચાલક શ્રી નિધીબેન ભટ્ટ અને સહાયક શ્રી રીનાબેન પરમાર સાથે બાળકોને અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે સંકલિત બાળવિકાસ યોજના કચેરીના શ્રી હેમાબેન દવે અને અહીંના માજી આચાર્ય શ્રી બાબુભાઈ મકવાણા જોડાયા હતા.