ભાવનગરના તસવીરકાર ચિત્રકારોની કૃતિ 'ગુજરાત' દીપોત્સવી અંક
કલાનગરી ભાવનગરના તસવીરકાર ચિત્રકારોની
કૃતિથી છલકાયો 'ગુજરાત' દીપોત્સવી અંક
ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત સાહિત્ય અને
સંદર્ભ સાથેના દળદાર પ્રકાશનમાં મળેલ સ્થાન
ભાવનગર ગુરુવાર તા.૨૬-૧૦-૨૦૨૩
ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત સાહિત્ય અને સંદર્ભ સાથેના દળદાર 'ગુજરાત' દીપોત્સવી અંક
કલાનગરી ભાવનગરના તસવીરકાર ચિત્રકારોની કૃતિથી છલકાયો છે.
વિવિધ સાહિત્ય અને સંદર્ભ રસથાળ સાથેના દીપોત્સવી અંકોમાં ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત દળદાર 'ગુજરાત' દીપોત્સવી અંક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ગોહિલવાડ કલાનગરી ભાવનગરના જાણીતાં તસવીરકાર ચિત્રકારોની કૃતિથી છલકાયો છે.
'ગુજરાત' દીપોત્સવી અંકમાં તસવીરકારો શ્રી અમૂલ પરમાર, શ્રી રક્ષાબેન ભટ્ટ,
શ્રી તેજસભાઈ દોશી, શ્રી જયદીપભાઈ દવે, શ્રી જીજ્ઞેશભાઈ ઠાકર, શ્રી મૂકેશકુમાર પંડિત, શ્રી સુમેન્દ્રભાઈ સરવૈયા, શ્રી ચિંતનભાઈ વાઘાણી, શ્રી હર્ષદભાઈ ઘાપા તથા શ્રી સંજયભાઈ પરમારની ખેંચેલી તસવીરોને સ્થાન મળ્યું છે.
ચિત્રકારોમાં શ્રી રેખાબેન વેગડ, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી બિપીનભાઈ દવે, શ્રી અવનીબેન દવે, શ્રી શોભા દવે, શ્રી ઘ્રુવી પારેખ, શ્રી અંજલીબેન મહેતા, શ્રી જયેશભાઈ જાદવ, શ્રી યોગેન્દ્ભભાઈ વેદાણી, શ્રી ઊષાબેન પાઠક, શ્રી ભાર્ગવીબેન ભટ્ટ, શ્રી જેસલબા જાડેજા, શ્રી રમેશભાઈ ગોહિલ, શ્રી ફાલ્ગુનીબેન પારેખ, શ્રી સોનલબેન સરવૈયા, શ્રી શિતલબેન સરવૈયા દ્વારા રેખાંકિત કરાયેલ સુંદર ચિત્રકૃતિઓ પ્રકાશિત કરવામાં આવી છે.