'ગુજરાત' દીપોત્સવી શ્રી મૂકેશ પંડિતની તસવીર 'વૃક્ષ વંદના'
'ગુજરાત' દીપોત્સવી અંકમાં પ્રકૃતિપ્રેમી તસવીરકાર
શ્રી મૂકેશ પંડિતની તસવીર 'વૃક્ષ વંદના' પ્રકાશિત
ભાવનગર સોમવાર તા.૬-૧૦-૨૦૨૫
ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત 'ગુજરાત' દીપોત્સવી અંકમાં પ્રતિષ્ઠિત સાહિત્યકારો, પત્રકારો અને તસવીરકારોની રચના કૃતિઓને સ્થાન મળે છે. આ વર્ષનાં 'ગુજરાત' દીપોત્સવીમાં ભાવનગર જિલ્લાના ઈશ્વરિયા ગામનાં પ્રકૃતિપ્રેમી તસવીરકાર અને મૂક્ત પત્રકાર શ્રી મૂકેશ પંડિતની તસવીર 'વૃક્ષવંદના' પ્રકાશિત થઈ છે. તેમનાં તસવીર લેખ અને અહેવાલો ઘણાં સામયિકોમાં પ્રકાશિત થતાં રહે છે.
