image

શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા વાર્ષિકોત્સવ

શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા ખાતે સોમવારે યોજાશે વાર્ષિકોત્સવ
મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજની રહેશે મુખ્ય ઉપસ્થિતિ 
 
ઈશ્વરિયા ગુરુવાર તા.૫-૧-૨૦૨૩
 
શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા ખાતે સોમવારે વાર્ષિકોત્સવ યોજાશે જેમાં મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજની મુખ્ય ઉપસ્થિતિ રહેશે.
 
આગામી સોમવાર તા.૯ સવારે શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા તથા મણારનો સંયુક્ત વાર્ષિકોત્સવ યોજાશે.
 
આંબલા ખાતે આ વાર્ષિકોત્સવ પ્રસંગે જામનગરની સુપ્રસિદ્ધ શ્રી આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજની મુખ્ય ઉપસ્થિતિ સાથે તેમનું ઉદબોધન યોજાશે.
 
સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવે, નિયામક શ્રી સુરશંગભાઈ ચૌહાણ અને શ્રી પ્રશાંતભાઈ ભટ્ટના નેતૃત્વમાં આ વાર્ષિકોત્સવ આયોજનમાં સંસ્થાના શ્રી રાજુભાઈ વાળા, શ્રી વાઘજીભાઈ કરમટિયા તથા શ્રી ડાયાભાઈ ડાંગર અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ થઈ છે.