image

આંબલા ગ્રામદક્ષિણામૂર્તિ વિમલ જળ મંદિર

આંબલા ખાતે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં
વિમલ જળ મંદિર ઉદ્દઘાટન થયું
વિમલ વડેરા સ્મૃતિ પરમાર્થ સંસ્થાના સૌજન્યથી થયું નિર્માણ
 
ઈશ્વરિયા સોમવાર તા.૯-૧-૨૦૨૩
 
આંબલા ખાતે શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિમલ જળ મંદિર ઉદ્દઘાટન થયું છે.
 
વિમલ વડેરા સ્મૃતિ પરમાર્થ સંસ્થાના સૌજન્યથી રૂપિયા દોઢ લાખના અનુદાન સાથે આ પરબનું નિર્માણ થયું છે, જેનું ઉદ્દઘાટન સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવે અને શ્રી ભિખાભાઈ કોરાટના હસ્તે થયું.
 
વિમલ જળ મંદિર ઉદ્દઘાટન પ્રસંગે સંસ્થાના અગ્રણીઓ શ્રી ભદ્રાયુભાઈ વછરાજાની, શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ, શ્રી સુરશંગભાઈ ચૌહાણ, શ્રી રાજુભાઈ વાળા, શ્રી વાઘજીભાઈ કરમટિયા તથા શ્રી ડાયાભાઈ ડાંગર જોડાયા હતા.
 
શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા ખાતે આ પાણી પરબ માટે શ્રી ઘનશ્યામભાઈ સભાડિયા સાથે શ્રી જીતુભાઈ જોષીનું સંકલન રહ્યું હતું. આ દાતા પરિવાર દ્વારા આ વિસ્તારમાં અન્ય પણ સખાવત કાર્ય થતું રહ્યું છે.