image

લોકભારતી સણોસરા ગાંધીગાન

ગાંધીમૂલ્યોનો ક્યારેય નાશ સંભવ નથી,
એ મૂલ્યો વડે આપણે બચવાનું છે.
લોકભારતી સણોસરામાં લોકગાયિકા શ્રી મેઘા શ્રીરામ ડાલ્ટન
દ્વારા પ્રસ્તુત થયું ગાંધીગાન
 
ઈશ્વરિયા રવિવાર તા.૩૦-૭-૨૦૨૩
 
સંગીતવૃંદ વગર શ્રોતા ભાવિકોના પ્રતિભાવનાદ સાથે લોકગાયિકા શ્રી મેઘા શ્રીરામ ડાલ્ટન દ્વારા લોકભારતી સણોસરામાં ગાંધીગાન પ્રસ્તુત થયું ત્યારે તેઓએ કહ્યું કે, ગાંધીમૂલ્યોનો ક્યારેય નાશ સંભવ નથી, એ મૂલ્યો વડે આપણે બચવાનું છે.
 
વિશ્વગ્રામ સંસ્થા અને શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશ્વવિદ્યાલય ભાવનગર દ્વારા થયેલ આયોજન મુજબ શનિવારે રાત્રે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ગાંધીગાન પ્રસ્તુતિ લાભ મળ્યો. 
 
સારસ્વત ભવન ખાતે સંગીતવૃંદ વગર શ્રોતા ભાવિકોના પ્રતિભાવનાદ સાથે લોકગાયિકા શ્રી મેઘા શ્રીરામ ડાલ્ટન દ્વારા દેશની લોકબોલીના ગાંધીવંદના રૂપે ગવાતા ગાન પ્રસ્તુત કરાયા હતા. આ સાથે તેઓએ કહ્યું કે, ગાંધીમૂલ્યોનો ક્યારેય નાશ સંભવ નથી, એ મૂલ્યો વડે આપણે બચવાનું છે. યુવાવર્ગ પર ભાર આપતા જણાવ્યું કે ગાંધી અત્યારે પણ આપણી સાથે છે જ તેનો અનુભવ કરજો. લોકભારતી પરિસર અને અભ્યાસ પ્રણાલી અંગે તેઓએ પ્રસન્નતા વ્યક્ત કરી.
 
પ્રારંભે લોકભારતી વિશ્વવિદ્યાલયના વડા શ્રી વિશાલ ભાદાણીએ આવકાર ઉદ્બોધન સાથે વિશ્વગ્રામ સંસ્થા તેની પ્રવૃત્તિની પ્રશંસા કરી.
 
ગાંધીગાન કાર્યક્રમમાં સંકલનમાં રહેલ વિશ્વ ગ્રામ સંસ્થાના શ્રી સંજયજીએ ગાયિકા શ્રી મેઘાજી અને તેમના ગાંધી પ્રત્યેના લગાવનો ઉલ્લેખ કરી સાંપ્રત સ્થિતિમાં ગાંધી મૂલ્યોની અનિવાર્યતાનો ઉલ્લેખ કર્યો.
 
વિશ્વગ્રામ, ગાંધીભારતી અને લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના આ ઉપક્રમમાં સંકલનમાં શ્રી દિનુભાઈ ચુડાસમા તથા શ્રી વિશાલભાઈ જોષી રહ્યા હતા. આભાર વિધિ શ્રી હસમુખભાઈ દેવમૂરારિએ કરી હતી.