image

ગદૌલી ધામ કાશી શ્રી રામ કથા શ્રી રમેશભાઈ ઓઝા 'ભાઈશ્રી'

ગદૌલી ધામ કાશી ખાતે શ્રી રામ કથા 'શિવ ચરિત'
રસપાન કરાવશે શ્રી રમેશભાઈ ઓઝા 'ભાઈશ્રી' 
 
ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને વારાણસીમાં કાર્યરત
શ્રી સુનીલ ઓઝાના સંકલન સાથે ભવ્ય સનાતન આયોજન
 
ઈશ્વરિયા શુક્રવાર તા.૧૦-૧૧-૨૦૨૩
 
ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને વારાણસીમાં કાર્યરત શ્રી સુનીલ ઓઝાના સંકલન સાથે થયેલા ભવ્ય સનાતન આયોજન મુજબ ગદૌલી ધામ કાશી ખાતે શ્રી રામ કથા 'શિવ ચરિત' રસપાન શ્રી રમેશભાઈ ઓઝા 'ભાઈશ્રી' કરાવશે.
 
ભારતવર્ષના સુપ્રસિદ્ધ તીર્થ કાશી વારાણસીનાં નવ નિર્મિત સંસ્કૃતિ સ્થાન ગદૌલી ધામ ખાતે આગામી શનિવાર તા.૧૮થી રવિવાર તા.૨૬ દરમિયાન શ્રી રામ કથા 'શિવ ચરિત' આયોજન થયું છે. અહી ભાગવદાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા 'ભાઈ શ્રી' કથામૃત રસપાન કરાવશે.
 
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણનાં આયોજનમાં શુભભાવનાનાં સંકલ્પ હેતુથી આ રામકથા ગાન થવા જઈ રહેલ છે.
 
ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને વારાણસીમાં કાર્યરત શ્રી સુનીલ ઓઝાના સંકલન સાથે ( ઓ. એસ. બાલકુંદન ફાઉન્ડેશન - કાશી અંતર્ગત ) સ્થાનિક ક્ષેત્ર સાથે જગત કલ્યાણની કામના સાથે  થયેલા ભવ્ય સનાતન આયોજન લાભ મળનાર છે.