image

ચૌદમાં વર્ષમાં નવી સજાવટ સાથે...

વ્હાલા ગ્રામપરિવારજનો...
 
નવા વર્ષના અભિનંદન...!
 
ઈશ્વરિયા વિજાણું પટલ લાભપાંચમ પર્વે તેર વર્ષ પૂરા કરી ચૌદમાં વર્ષમાં પ્રવેશ કરે છે. નવી સજાવટ સાથે નવીનીકરણ પણ કર્યું છે.
 
'મારું ગામ - આપણું ગામ - અમારું ગામ' એમ આપણાં ઈશ્વરિયા ગામને કેન્દ્રમાં રાખી આસપાસ સમાજની વિવિધ વાત વિગતો અહી રજૂ થતી રહી છે. 
 
આજે વિક્રમ સંવત ૨૦૭૯ના લાભ પાંચમ પર્વે ચૌદમાં વર્ષે www.ishwariya.net ઉપર બાકી રહેલા ઉમેરણો પૂરવા સંકલ્પ છે.
 
ગામના સુખ-દુઃખ સાથે સૌની સહિયારી વાતોથી આપણે એક પછી એક વિકાસ કામો પણ કરીએ, જેમાં એક એક વ્યક્તિ દ્વારા જન્મભૂમિ માતૃભૂમિ પ્રત્યે પ્રેમ અને લાગણી રહેલી છે, તે આનંદની વાત છે. ગામના કાર્યકરો આગેવાનો સાથે વતનપ્રેમી દાતાઓએ જે ઉદાર ભાવના રહેલી છે, તેમાં આપણે જોમ ઉમેરવાનું છે, જેથી આ કામો ખીલી ઊઠે...
 
ઈશ્વરિયા વિજાણું પટલ ઉપર આપણાં ગામની વ્યક્તિઓની બાબતોની પણ વિગતો તૈયાર થઈ રહી છે, જેમાં આપ સૌના સહકાર સહયોગની અપેક્ષા રહેલી છે...
 
નવા વર્ષ અને આવા ઉમંગ સાથે આપ સૌને શુભકામના સાથે, અમને પ્રોત્સાહન માટે ખૂબ ખૂબ આભાર...!
 
- મૂકેશકુમાર પંડિત
 સંપાદક - સંચાલક
 
  લાભ પંચમી
  શનિવાર તા.૨૯-૧૦-૨૦૨૨