દ્વારકાધામમાં શ્રીમદ્દ ભાગવત શ્રી વિશ્વાનંદ માતાજી
દ્વારકાધામમાં સર્વજન હિતાય વિશ્વશાંતિ અર્થે
શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન
વ્યાસપીઠ પર શ્રી વિશ્વાનંદ માતાજી બિરાજી કથામૃત પાન કરાવશે
સંતો, મહંતો અને વિદ્વાનોની રહેશે પ્રેરક ઉપસ્થિતિ
જાળિયા શુક્રવાર તા.૩૧-૩-૨૦૨૩
ભારતવર્ષના ઐતિહાસિક દ્વારકાધામમાં સર્વજન હિતાય વિશ્વશાંતિ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. અહી વ્યાસપીઠ પર શ્રી વિશ્વાનંદ માતાજી બિરાજી કથામૃત પાન કરાવશે.
દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધિશના યજમાન પદે શ્રી કાનદાસબાપુ આશ્રમ ખાતે સર્વજન હિતાય વિશ્વશાંતિ અર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન થયું છે.
શુક્રવાર તા.૧૪થી ગુરુવાર તા.૨૦ દરમિયાન શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજી વ્યાસપીઠ પર બિરાજી કથામૃત પાન કરાવશે.
શુક્રવાર તા.૧૪ સવારે દ્વારકાધીશ નિજમંદિરથી પોથીયાત્રા પ્રસ્થાન થઈ કથાસ્થાન પહોંચશે. અહી પ્રારંભે સંતો સાથે ધાર્મિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય થશે.
ભાગવત સપ્તાહમાં સોમવાર તા.૧૭ના શ્રીકૃષ્ણ જન્મ સાથે નંદ મહોત્સવ યોજાશે. બુધવાર તા.૧૯ના રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ યોજાશે. અહી મંગળવાર તા.૧૮ના ભજન લોકસાહિત્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહીર અને સાથી કલાકારોનો લાભ મળશે.
સંતો, મહંતો અને વિદ્વાનોની પ્રેરક ઉપસ્થિતિ સાથે આ ભાગવત સપ્તાહ આયોજનમાં આચાર્ય શ્રી અનંતરાય ઠાકર અને ઉપાચાર્ય શ્રી મયુરભાઈ ઠાકર સાથે શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા ભાવ ઉત્સાહ સાથે તૈયારીઓ થઈ છે.