image

દ્વારકાધામ શ્રી વિશ્વાનંદજીના વ્યાસાસને ભાગવત સપ્તાહમાં લાભ

દ્વારકાધામમાં શ્રી વિશ્વાનંદજીના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત
સપ્તાહમાં ધર્માચાર્યો સંતો અને વિદ્વાનોનો મળશે લાભ
શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી અને મહાનુભાવોની પ્રેરક પુનિત ઉપસ્થિતિ 
આગામી શુક્રવારથી ગુરુવાર દરમિયાન કથા આયોજન
 
જાળિયા મંગળવાર તા.૧૧-૪-૨૦૨૩
 
આગામી શુક્રવારથી દ્વારકાધામમાં શ્રી વિશ્વાનંદજીના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં ધર્માચાર્યો સંતો અને વિદ્વાનોનો લાભ મળશે. શારદાપીઠ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી અને વિદ્વાન મહાનુભાવોની પ્રેરક પુનિત ઉપસ્થિતિ રહેનાર છે.
 
ભારતવર્ષના ઐતિહાસિક દેવભૂમિ દ્વારકા ખાતે  સર્વજન હિતાય વિશ્વશાંતિ અર્થે આગામી શુક્રવારથી તા.૧૪થી ગુરુવાર તા.૨૦ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. અહી વ્યાસપીઠ પર શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજી બિરાજી કથામૃત પાન કરાવશે.
 
ભગવાન શ્રી દ્વારકાધિશના યજમાન પદે શ્રી કાનદાસબાપુ આશ્રમ દેવભૂમિ દ્વારકા ખાતે આ કથા આયોજન મુજબ શુક્રવાર તા.૧૪ સવારે દ્વારકાધીશ નિજમંદિરથી પોથીયાત્રા પ્રસ્થાન થઈ કથાસ્થાન પહોંચશે. અહી પ્રારંભે સંતો સાથે ધાર્મિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય થશે. આ પ્રસંગે શારદાપીઠ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ, દ્વારકાના શ્રી કેશવાનંદજી મહારાજ, શ્રી સુબોધાનંદબાપુ તથા શ્રી વિજયદાસબાપુ, બોટાદના શ્રી આત્માનંદ સરસ્વતીજી, બગદાણાના શ્રી મનજી બાપા અને નાનીબોરુના શ્રી હબીબ માડી સાથે ધારાસભ્ય શ્રી પબુભા માણેક જોડાશે. 
 
દ્વારકાધામ ખાતેના આ ધર્મલાભ સપ્તાહમાં શ્રી મુક્તાનંદબાપુ, શ્રી વલકુબાપુ, શ્રી વિજયબાપુ, શ્રી રમજુબાપુ, શ્રી ઝીણારામબાપુ, શ્રી રામબાપુ, શ્રી રઘુનંદનદાસબાપુ, શ્રી સત્યાનંદગીરીબાપુ, શ્રી લવજીબાપુ, શ્રી રમેશભાઈ શુક્લ, શ્રી નારણદાસબાપુ, શ્રી વશરામ ભગતબાપા, શ્રી બાવકુપૂરીબાપુ, શ્રી રમેશાનંદગીરીબાપુ, શ્રી રામદાસ માતાજી, શ્રી ઈશ્વરપૂરી માતાજી, શ્રી વિશ્વેશ્વરાનંદ માતાજી, શ્રી જેરામબાપુ, શ્રી દડુબાપુ તથા શ્રી મુનાબાપુ વગેરે ધર્માચાર્યો સંતો અને વિદ્વાનોનો લાભ મળશે.
 
કથા દરમિયાન મંગળવાર તા.૧૮ના ભજન લોકસાહિત્ય કાર્યક્રમમાં લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહીર અને સાથી કલાકારોનો લાભ મળશે.
 
ભાગવત સપ્તાહ આયોજનમાં આચાર્ય શ્રી અનંતરાય ઠાકર અને ઉપાચાર્ય શ્રી મયુરભાઈ ઠાકર સાથે શિવકુંજ આશ્રમ પરિવાર અને દાતા ભાવિકો દ્વારા ભાવ, ભક્તિ અને ઉત્સાહ સાથે આયોજન થયું છે.
 
શ્રી કાનદાસબાપુ આશ્રમ દ્વારકાધામમાં યોજાનાર આ ભાગવત કથાનું પ્રસારણ લક્ષ ચેનલ દ્વારા થનાર છે, જેનો લાભ દેશ વિદેશના ભાવિક શ્રોતાઓને મળશે.