image

શ્રી કોયા ભગત શ્રી મોંઘીબા જગ્યાને પૂજ્ય ધ્યાનસ્વામી બાપા સન્માન વંદના

દેહાણ્ય જગ્યાના કેન્દ્રમાં છે, ભજન, ભરોસો,
ભાગવત લક્ષણ અને ભીની આંખો - શ્રી મોરારિબાપુ
સેંજળ ખાતે સિહોરની શ્રી કોયા ભગત શ્રી મોંઘીબા જગ્યાને
પૂજ્ય ધ્યાનસ્વામી બાપા સન્માન વંદના અર્પણ
 
ઈશ્વરિયા શુક્રવાર તા.૩-૨-૨૦૨૩
 
સેંજળ ખાતે સિહોરની શ્રી કોયા ભગત શ્રી મોંઘીબા જગ્યાને પૂજ્ય ધ્યાનસ્વામી બાપા સન્માન વંદના અર્પણ કરતા શ્રી મોરારિબાપુએ આપની દેહાણ્ય જગ્યાની અવિરત સેવા પ્રવૃત્તિ સંદર્ભે ઉદબોધન કરતા કહ્યું કે, દેહાણ્ય જગ્યાના કેન્દ્રમાં છે, ભજન, ભરોસો, ભાગવત લક્ષણ અને ભીની આંખો.
 
શ્રી મોરારિબાપુના હસ્તે શ્રી ધ્યાનસ્વામી બાપા સન્માન વંદના સિહોરની સુપ્રસિદ્ધ સેવા સંસ્થા શ્રી કોયા ભગત શ્રી મોંઘીબા જગ્યાને મહંત શ્રી જીણારામજી મહારાજને અર્પણ કરાયેલ જેમાં અન્ય સંતો મહંતો સાથે રહ્યા હતા.
 
આ સન્માન વંદના અર્પણ કાર્યક્રમમાં શ્રી મોરારિબાપુએ બાપુએ સંતો મહંતોએ સમાજ માટે કરેલા વિધવિધ સેવા ઉપક્રમોને વંદના કરતા સમાજ સાથે વચ્ચેનો ખાલીપો ભરાઈ ગયાનો ભાવ વ્યક્ત કરી સૌ પોતાનું જાણીને આ અવસર રૂડો કરી દેખાડ્યો છે, તેમ કહ્યું.
 
શ્રી મોરારિબાપુએ આપણી દેહાણ્ય જગ્યાની અવિરત સેવા પ્રવૃત્તિ આજ સુધી ચાલતી રહી છે, જે સંદર્ભે ઉદબોધન કરતા કહ્યું કે, દેહાણ્ય જગ્યાના કેન્દ્રમાં ભજન સાથે ભરોસો અને ભાગવતના બતાવેલા લક્ષણો તેમજ ભીની આંખો રહેલ છે. આ સાથે વિનોબાજી દ્વારા ભાગવતના ધર્મ લક્ષણોનો ઉલ્લેખ કરાયો. તેઓએ તુલસીદાસજી દ્વારા દર્શાવાયેલ સાધુ, સુધા, સુરતરુ...વગેરે સાત ગુણોનો ઉલ્લેખ કરી સાધુનું મહાત્મ્ય જણાવ્યું હતું. આ સાથે શ્રી મોરારિબાપુએ અન્ય ચમત્કારોની અંધશ્રદ્ધા સામે નારાજગી બતાવીને આ ચેતન સમાધિ સ્થાનનું બીજ આજે વડલા રૂપે પ્રગટયાનો ભારોભાર રાજીપો જણાવ્યો.
 
આ સન્માન કાર્યક્રમમાં કમીઝળાના શ્રી જાનકીદાસબાપુ, પાળીયાદના શ્રી નિર્મળાબા મહારાજ તથા ચલાળાના શ્રી વલકુબાપુએ શ્રી મોરારિબાપુ દ્વારા થઈ રહેલ વંદના ઉપક્રમ પ્રત્યે ભાવ લાગણી દર્શાવી અને આપણી આવા જગ્યાની પરંપરા તથા સમાજમાં રહેલા સ્થાનનો ઉલ્લેખ કર્યો. આ પ્રસંગે વીરપુરના શ્રી રઘુરામબાપુ અને દુધરેજના શ્રી કણીરામજીબાપુની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
 
કાર્યક્રમ સંયોજક અને સંચાલક શ્રી હરિશ્ચંદ્રભાઈ જોષીએ શ્રી ધ્યાનસ્વામી બાપા જગ્યાની ઐતિહાસિક બાબતો સાથે નિંબાર્ક વિચારધારા પરંપરા અને અધ્યાત્મ સાથે સેવા કરતી આપણી જગ્યાઓને શ્રી મોરારિબાપુ દ્વારા વંદનાના આયોજન વિશે પૂર્વભૂમિકા રજૂ કરી હતી. શ્રી કોયા ભગત શ્રી મોંઘી બા જગ્યાના ઈતિહાસ અને પરંપરા સાથે શ્રી જીણારામજી મહારાજ વિશે વાત પ્રસ્તુત કરી હતી.
 
કાર્યક્રમ પ્રારંભે અહીંના શ્રી તુલસીદાસજી હરિયાણીએ સૌને આવકાર્યા હતા.
 
અહી હરિયાણી અખેગઢ મંડળના મહંત તરીકે શ્રી અંશુમાન હરિયાણીને તિલક ચાદર વિધિ સંતો મહંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ.
 
સેંજળ ધામ ખાતેના આ વંદના પ્રસંગમાં જુદી જુદી જગ્યા અને આશ્રમના સંતો, મહંતો તથા અગ્રણીઓ જોડાયા હતા.