સણોસરા છાશ વિતરણ
સણોસરામાં છાશ વિતરણ લાભ મળ્યો
ઈશ્વરિયા શનિવાર તા.૧૭-૬-૨૦૨૩
સણોસરામાં ઉનાળાની ગરમીમાં ગરીબ મધ્યમ વર્ગ માટે છાશ વિતરણ કેન્દ્રનો લાભ મળ્યો છે. સૌરાષ્ટ્ર રચનાત્મક સેવા સમિતિ દ્વારા સણોસરામાં લોકભારતી ગૌશાળાના સંચાલન સાથે બે છાશ કેન્દ્રોમાં બે માસ દરમિયાન વિનામૂલ્યે છાશ વિતરણ કરાયું હતું.