image

બુધ ગ્રહ દર્શનની તક

હમણાં થોડા જ દિવસ માટે બુધ ગ્રહના દર્શનની અમૂલ્ય તક
વિગતો આપતા ખગોળવિદ્દ અને લોકભારતીના નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિ
 
ઈશ્વરિયા રવિવાર તા.૨૫-૧૨-૨૦૨૨
 
આકાશમાં વિવિધ ગ્રહો સાથે અવનવી સ્થિતિ માટે રહેલા કુતૂહલ અને રસ ધરાવનારા માટે હમણાં થોડા જ દિવસ માટે બુધ ગ્રહના દર્શનની અમૂલ્ય તક રહેલી છે.
 
ખગોળવિદ્દ અને સણોસરા લોકભારતી  ગ્રામવિદ્યાપીઠના નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિએ આપેલી વિગતો મુજબ આકાશદર્શનની જેમને સામાન્ય પણ સમજણ છે તેમને ખ્યાલ જ હશે કે બુધ ગ્રહના નરી આંખે દર્શન કરવા એ જીવનનો લહાવો હોય છે!
 
હમણાંના દિવસોમાં રોજ સાંજે પશ્ચિમ દિશામાં સૂર્યાસ્ત પછીની થોડી જ મિનિટો બાદ બુધ ગ્રહના એકદમ સરસ દર્શન થઈ રહ્યા છે. 
 
બુધ ગ્રહ પ્રમાણમાં તેજસ્વી ગ્રહ છે, પરંતુ તે સૂર્યની નજીકમાં નજીકનો પ્રથમ જ ગ્રહ હોવાને કારણે તે સૂર્યની સાથે સાથે જ રહેતો હોવાથી સૂર્યની હાજરીમાં તો સૂર્યના પ્રકાશને કારણે તે જોઈ શકાતો નથી. જ્યારે તે સૂર્યથી વધુમાં વધુ દૂર હોવાની સ્થિતિએ આવે ત્યારે તેને કાં તો પૂર્વ દિશામાં સૂર્યોદય પહેલાં થોડી મિનિટો માટે અથવા સૂર્યાસ્ત પછી માત્ર થોડી મિનિટો માટે પશ્ચિમ દિશામાં દેખાય છે. 
 
આકાશમાં વિવિધ ગ્રહો સાથે અવનવી સ્થિતિ માટે રહેલા કુતૂહલ અને રસ ધરાવનારા માટે હમણાં થોડા જ દિવસ માટે બુધ ગ્રહના દર્શનની અમૂલ્ય તક રહેલી છે, તો હમણાં આકાશ નિરભ્ર હોવાથી સાંજે પશ્ચિમ દિશામાં તે નિહાળી શકાશે, જે લાભ રસિકોએ વિદ્યાર્થીઓએ લેવા અનુરોધ કરાયો છે.