ભાવનગરમાં યોગ વિજ્ઞાન શિબિર
ભાવનગરમાં યોગ વિજ્ઞાન શિબિર પ્રારંભ
ભાવનગર શનિવાર તા.૭-૧-૨૦૨૩
પતંજલિ યોગ સમિતિ તથા ભારત સ્વાભિમાન ભાવનગર અંતર્ગત યોગ વિજ્ઞાન શિબિર પ્રારંભ થયો છે. ભાવનગર સરદારનગર ખાતે આ ત્રિદિવસીય શિબિર પ્રારંભે યોગ શિક્ષક શ્રી મૂકેશભાઈ ભટ્ટ દ્વારા પાચનતંત્ર અંગે માર્ગદર્શન આપેલ. યોગ સમિતિ પ્રભારી શ્રી પ્રવીણભાઈ માધવાણી સાથે સમિતિના કાર્યકર્તાઓ અને સાધકો જોડાયા છે.