image

ભાવનગર રામકથામાં યજમાન નાચ્યા

નિર્ગુણ તત્ત્વ એ અવતાર હેતુ માટે જ
સાકાર બને છે - શ્રી મોરારિબાપુ 
ભાવનગર રામકથામાં નિમિત્તમાત્ર યજમાન નાચ્યા
 
ભાવનગર શનિવાર તા.૧૦-૧૨-૨૦૨૨
 
ભાવનગરમાં ચાલતી રામકથામાં રામજન્મ અવતારના હેતુ સંદર્ભે શ્રી મોરારિબાપુએ કહ્યું કે નિર્ગુણ તત્ત્વ એ અવતાર હેતુ માટે જ જન્મ લઈ સાકાર બને છે. આજે રામકથાના નિમિત્તમાત્ર  યજમાન એક રચના ગાન પર નાચ્યા હતા.
 
રામકથા 'માનસ કેવટ' ગાન કરતા રામ જન્મ સંદર્ભે શ્રી મોરારિબાપુએ આજે ઈશ્વરના અવતારના હેતુ અંગે સમજ આપતા કહ્યું કે નિર્ગુણ નિરાકાર તત્ત્વ એ અવતાર હેતુ માટે જ જન્મ લઈ સાકાર બને છે અને લીલા કરી સંસારને સમાજનો આદર્શ પાઠ શીખવી જાય છે. કેવટના બેઠેલા, ઊભા, ગતિ કરતા અને પરમને પામીને કાર્યરત રહેલા સ્વરૂપોનું આલેખન ચિંતન સાથે રજૂ થયું.
 
શ્રી મોરારિબાપુએ કથામાં અયોધ્યામાં રામ, ભરત, શત્રુઘ્ન તથા લક્ષ્મણ નામકરણ સાથે સ્વયંવર, વનવાસ, હનુમાનજી ચરિત્ર, સેતુબંધ, લંકાદહન અને આયોધ્યમાં રામરાજ્ય સ્થાપના કથા વર્ણન કર્યું અને ટકોર કરી કે રામકથા સાંભળ્યા પછી પરિવારમાં સુમેળ રાખજો, અણબનાવ હોય તો સમાધાન કરજો. કથા માત્ર સાંભળવા માટે નહિ જીવનમાં ઉતારવા માટે હોય છે. જીવનમાં શાંતિ રાખવા માટે ક્રોધ રોકજો.
 
આજે રામકથાના નિમિત્તમાત્ર યજમાન શ્રી જયંતભાઈ વનાણી અને તેના ભાઈ કવિ મિનપિયાસી રચિત 'કબૂતરોનું ઘૂ... ઘૂ... ઘૂ...' રચના ગાન પર ભાવવાહી રીતે નાચ્યા હતા અને પ્રાસંગિક વાત પણ કરી.
 
અહી પોલીસ અધિકારી શ્રી સફી હસન દ્વારા રામાયણ અને મહાભારતની ચિંતન સભર તુલના કરી જીવનમાં સંદેશો ઉતારવા ભાર મૂક્યો.
 
શ્રી નેહલ ગઢવીના પ્રારંભિક સંચાલન સાથે અહી કલાકારો શ્રી પાર્થિવ ગોહિલ, શ્રી રામદાસ નિમાવત તથા શ્રી સ્વાતિબેન પાઠક દ્વારા સંગીતકારો શ્રી જલય પાઠક, શ્રી અશોકભાઈ ગોહેલ તથા શ્રી અર્જુનદાસ નિમાવતની સંગતમાં ભજન ગાન રજૂ કરેલ.
 
'મારુતિ ધામ' ખાતે આજે શ્રી અરુણભાઈ દવે, શ્રી કીર્તિબાળા દાણીધારિયા, શ્રી મેહુલભાઈ વડોદરિયા સહિત ઉદ્યોગપતિ, અગ્રણીઓ દ્વારા મોટી સંખ્યામાં કથા લાભ લેવાયો હતો.
 
 
કવિ શ્રી તુષાર શુક્લ દ્વારા ' 'બેરખો' અર્પણ...
 
જાણિતા કવિ વક્તા શ્રી તુષાર શુક્લ દ્વારા 'બેરખો' પ્રકાશન વ્યાસપીઠ પર શ્રી મોરારિબાપુને અર્પણ કરાયેલ. આ પ્રસંગે તેઓએ રામકથા સાથે આ પ્રકાશન સંદર્ભે તેમની વાત કરી હતી.