image

ભાવનગરમાં રામકથા ધ્વજાસ્થંભ રોપણ વિધિ

ભાવનગરમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને યોજાનાર રામકથા
ધ્વજાસ્થંભ રોપણ વિધિ થઈ
 
ભાવનગર શનિવાર તા.૧૯-૧૧-૨૦૨૨
 
ભાવનગરમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને યોજાનાર શ્રી રામકથા માટે 'શ્રી મારુતિ ધામ' ખાતે  આજે ધ્વજાસ્થંભ રોપણ વિધિ કરવામાં આવી.
 
શ્રી નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના આયોજન સાથે શ્રી જયંતભાઈ વનાણી પરિવાર દ્વારા ભાવનગરમાં જવાહર મેદાન ખાતે યોજાનાર આ રામકથા પ્રસંગે આજે શ્રી ગોળીબાર હનુમાનજી મંદિરના શ્રી કલ્યાનીબહેન સાથે ધાર્મિક, સામાજિક અગ્રણીઓ તેમજ ભાવિક કાર્યકરોની ઉપસ્થિતિમાં ધ્વજાસ્થંભ રોપણ વિધિમાં શ્રી હનુમાન ચાલીસા તથા સુંદરકાંડ પઠનમાં શ્રી રામદાસ નિમાવત અને ગાયકવૃંદ જોડાયેલ.
 
ભાવેણાની ભૂમિ પર 'શ્રી મારુતિ ધામ' ખાતે શનિવાર તા.૩થી રવિવાર તા.૧૧ દરમિયાન શ્રી મોરારિબાપુના શ્રીમુખે ગવાનાર શ્રી રામકથા માટે નિમિત્તમાત્ર આયોજક વનાણી પરિવાર સાથે જ ભાવિક શ્રોતાઓને ખૂબ ભાવ ઉત્સાહ રહેલો છે.