ભાવનગર જિલ્લા ભાજપ કારોબારી બેઠક
ભાવનગર જિલ્લા ભાજપ કારોબારીની બેઠક
રવિવારે પીરમબેટ ખાતે મળશે
રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ શ્રી ભારતીબેન શિયાળ સાથે પ્રદેશ મોવડીઓની ઉપસ્થિતિમાં પ્રમુખ શ્રી મૂકેશભાઈ લંગાળિયાના સંકલન સાથે થયેલ આયોજન
ભાવનગર સોમવાર તા.૩૦-૧-૨૦૨૩
ભારતીય જનતા પક્ષ દ્વારા રાષ્ટ્રીય અને પ્રદેશ કારોબારી બેઠકો યોજાયા બાદ જિલ્લા બેઠકોના કાર્યક્રમો મુજબ ભાવનગર જિલ્લા ભાજપ કારોબારી બેઠક રવિવારે પીરમબેટ ખાતે મળશે.
ભાજપ રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ સાથે પ્રદેશ ભાજપ મોવડીઓની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ શ્રી મૂકેશભાઈ લંગાળિયાના સંકલન સાથે કારોબારી હોદ્દેદારો સાથે સંગઠન આયોજનો અંગે રવિવાર તા.૫ સવારથી બેઠક યોજાશે.
જિલ્લા ભાજપ કારોબારી બેઠકમાં હોદ્દેદારો પક્ષની કાર્યપ્રણાલી અને સંગઠન સાથે આગામી આયોજનો તેમજ અન્ય મુદ્દાઓ બાબત ચર્ચાઓ કરશે, જેમાં જોડાવા જિલ્લા સંગઠનના સંબંધિત હોદ્દેદારોને અનુરોધ કરાયેલ છે.