વડાપ્રધાન શ્રી 'મન કી બાત' પ્રસારણ ભાજપ દ્વારા મળી બેઠક
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રજોગ થતી
'મન કી બાત' સાંભળવા કાર્યકર્તાઓમાં ઉત્સાહ
આગામી માસે એકસોમાં પ્રસારણ અંગે
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા મળી બેઠક
ભાવનગર ગુરુવાર તા.૨૩-૩-૨૦૨૩
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રજોગ થતી 'મન કી બાત' સાંભળવા સૌ નાગરિકો કાર્યકર્તાઓમાં ઉત્સાહ રહેલો છે. આગામી માસે એકસોમાં પ્રસારણ આયોજન અંગે ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા બેઠક મળી ગઈ.
ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાની વિશેષ ઉપસ્થિતિ સાથે મળેલી બેઠકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા થતી રાષ્ટ્રજોગ વાતના પ્રસારણમાં દેશની ઝીણામાં ઝીણી છતાં મહત્વની બાબતોનો ઉલ્લેખ ઊર્જા પ્રેરક બને છે, તે માટે વિગતો આપવામાં આવી. મહિનાના એક રવિવારના આ કાર્યક્રમ માટે બુદ્ધિજીવીઓ પણ વડાપ્રધાન શ્રીના સંબોધન માટે ઉત્સુક હોય છે, ત્યારે આગામી એકસોમાં પ્રસારણ માટે અધ્યક્ષ શ્રી દ્વારા અનુરોધ કરાયો. આગામી રવિવાર તા.૨૬ના ૯૯મુ પ્રસારણ હશે, જ્યારે રવિવાર તા.૩૦ એપ્રિલના ૧૦૦મુ પ્રસારણ થશે.
વડાપ્રધાન શ્રી દ્વારા 'મન કી બાત' પ્રસારણ સંદર્ભે જિલ્લા સંયોજક રહેલા શ્રી નાનુભાઈ ડાખરાએ વાત કરી અને ભાજપ કાર્યકર્તાઓની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં સહસંયોજક શ્રી કેતનભાઈ જસાણી દ્વારા આવકાર સાથે સંચાલન કરાયું.
ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલી આ બેઠકમાં પ્રારંભે બલિદાન દિવસ સંદર્ભે પૂષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.
અહીંયા શ્રી જગદીશભાઈ ભિંગરાડિયા, શ્રી રાજુભાઈ બાબરિયા સહિત મંડળ તાલુકા પ્રતિનિધિઓ જોડાયા હતા. સમગ્ર સંકલનમાં સહ સંયોજક શ્રી મેહુલભાઈ ડોડિયા સાથે સંગઠન કાર્યકર્તાઓ રહ્યા હતા અને વડાપ્રધાન શ્રી દ્વારા થનાર આગામી 'મન કી બાત' પ્રસારણ લાભ લેવા ભાર મૂકાયો હતો.