image

સિહોર ભાજપ કારોબારી બેઠક

ભાજપના ચૂંટાયેલા કે ન ચૂંટાયેલા સૌ કાર્યકર્તાઓ રાષ્ટ્ર માટે સમર્પિત
સિહોર ખાતે તાલુકા અને શહેર ભાજપ કારોબારી બેઠક મળી
 
ભાવનગર શનિવાર તા.૨૦-૫-૨૦૨૩
 
ગુજરાત પ્રદેશ ભાજપની માર્ગદર્શિકા મુજબ કારોબારી બેઠકોના કાર્યક્રમો મુજબ સિહોર ખાતે તાલુકા અને શહેર ભાજપ કારોબારીની બેઠક યોજાઈ ગઈ જેમાં આગેવાનોએ ભાજપના ચૂંટાયેલા કે ન ચૂંટાયેલા સૌ કાર્યકર્તાઓ રાષ્ટ્ર માટે સમર્પિત હોવાનું જણાવ્યું.
 
સિહોર ખાતે આ કારોબારી બેઠકમાં પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ આહીરે સૌ કાર્યકર્તાઓને આગામી લોકસભા ચૂંટણીમાં વિજય નહિ પણ વિક્રમ રૂપ બહુમતી માટે સૌ કાર્યકર્તાઓને હાંકલ કરી અને કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે રહેલા શ્રી અમિત શાહ ગુજરાતના ગૌરવરૂપ રહ્યાનું જણાવ્યું.
 
ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાએ સ્થાનિક કાર્યકર્તાઓ અને હોદ્દેદારોના સંગઠન પ્રક્રિયામાં સૌને સમયસર જવાબદારી કાર્ય પૂરું કરવા અનુરોધ કર્યો.
 
ભાવનગર જિલ્લા ભાજપ પ્રભારી શ્રી બ્રિજરાજસિંહ ઝાલાએ ભાવનગર જિલ્લા સાથે સિહોરના સંગઠનની પ્રશંસા કરી અને સૌને પક્ષની કામગીરીમાં સક્રિય રહેવા ભાર મૂક્યો.
 
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી  ભરતસિંહ ગોહિલે ચૂંટાયેલા સૌ હોદ્દેદારોને જનસંપર્ક મજબૂત રાખવા અને ભાજપ કાર્યકરોને લોકસેવામાં વળગી રહેવા શીખ આપી. 
 
સિહોર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કાળુભાઈ ચૌહાણના પ્રમુખ સ્થાને આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી ડી. સી. રાણા સાથે હોદ્દેદારોના સંકલનમાં આ બેઠકમાં આગેવાનોએ ભાજપના ચૂંટાયેલા કે ન ચુંટાયેલા સૌ કાર્યકર્તાઓ રાષ્ટ્ર માટે સમર્પિત હોવાનું જણાવ્યું.
 
આ બેઠકમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો મહામંત્રી શ્રી સી.પી.સરવૈયા, શ્રી ભરતભાઈ મેર, શ્રી રાજુભાઈ ફાળકી, ઉપાધ્યક્ષ શ્રી નાનુભાઈ ડાખરા, શ્રી ઉમેશભાઈ મકવાણા, શ્રી ગાયત્રીબા સરવૈયા,  મંત્રી શ્રી હંસાબેન પરમાર, શ્રી હીનાબેન ગઢાદરા, શ્રી અભયસિંહ ચાવડા, પ્રચાર સહ સંયોજક શ્રી મૂકેશ પંડિત સાથે સંચાલનમાં શ્રી અશોકભાઈ ઉલવા અને નિરવ જોષી સહિત મંડળમાં રહેતા પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા હોદ્દેદારો, જિલ્લા મોરચાના હોદ્દેદારો, મંડળ અને મોરચાના હોદ્દેદારો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી હતી.
 
આ બેઠકમાં સિહોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોનું અભિવાદન કરાયું હતું તેમ જિલ્લા પ્રવકતા શ્રી કિશોર ભટ્ટની યાદીમાં જણાવાયું છે.