image

ભાજપના શાસનકાળના નવ વર્ષ ભાજપ દ્વારા કાર્યક્રમો

શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપના શાસનકાળના નવ વર્ષ 
ભાજપ દ્વારા એક માસ દરમિયાન
જનસંપર્ક અભિયાન સાથે વિવિધ કાર્યક્રમો
ભાવનગર જિલ્લામાં અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાના નેતૃત્વમાં મોવડીઓની ઉપસ્થિતિમાં થશે આયોજનો
 
ભાવનગર રવિવાર તા.૨૮-૫-૨૦૨૩
 
શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપના શાસનકાળના નવ વર્ષ પૂરા થાય છે. આ પ્રસંગે ભારતીય જનતા પક્ષ દ્વારા એક માસ દરમિયાન જનસંપર્ક અભિયાન સાથે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. ભાવનગર જિલ્લામાં અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાના નેતૃત્વમાં મોવડીઓની ઉપસ્થિતિમાં વિવિધ આયોજનો થશે.
 
ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ૩૦ મેના દિવસે ભાજપના શાસનકાળના  નવ વર્ષ પૂરા થાય છે. આ પ્રસંગે સમગ્ર દેશ સાથે ગુજરાત પ્રદેશ ભાજપના આયોજન મુજબ ૩૦ મેથી ૩૦ જૂન ૨૦૨૩ દરમિયાન વ્યાપક જનસંપર્ક, લાભાર્થી સંપર્ક, સમાજના વિવિધ વર્ગો સાથે સંપર્ક, વરિષ્ઠ કાર્યકર્તા સંપર્ક વગેરે લોકસભા અને વિધાનસભા સાથે સ્થાનિક સ્તરે કાર્યક્રમો વડે 'મોદી સરકાર' દ્વારા અપનાવાયેલ નીતિઓ અને પ્રાપ્ત ઉપલબ્ધિઓ જન જન સુધી પહોચાડવામાં આવશે.
 
ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાના નેતૃત્વમાં મોવડીઓની ઉપસ્થિતિમાં વિવિધ આયોજનો થશે. એક માસના આ આયોજનમાં સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી અને સંગઠન પદાધિકારીઓની ભૂમિકા વિશેષ રહેલી છે.
 
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી બ્રિજરાજ સિંહ ઝાલાના મુખ્ય સંકલન સાથેના એક માસના આયોજનોમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ ફાળકી, શ્રી ભરતભાઈ મેર તથા શ્રી સી.પી. સરવૈયા અને હોદ્દેદારો સંકલનમાં રહેનાર છે. ભાવનગર જિલ્લા સંગઠન દ્વારા વ્યાપક અને સઘન જનસંપર્ક યોજાનાર છે તેમ જિલ્લા ભાજપ પ્રવક્તા અને પ્રચાર સંયોજક શ્રી કિશોર ભટ્ટ તથા સહ સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.