image

કૃષ્ણપરા બસ પરેશાની

સણોસરા પાસેના કૃષ્ણપરા ગામે
બસ ઊભી ન રહેતા પરેશાની
 
ઈશ્વરિયા શુક્રવાર તા.૨૨-૯-૨૦૨૩
 
ભાવનગર રાજકોટ ધોરીમાર્ગ પર સણોસરા પાસેના કૃષ્ણપરા ગામે બસ ઊભી ન રહેતા ઉતારું ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે.
 
સરકાર દ્વારા છેવાડા ગામડા સુધી બસ સુવિધા માટે મોટી જાહેરાતો થાય છે પરંતુ ધોરી માર્ગ પર રહેલા કેટલાક ગામોના ઉતારુઓને પણ પૂરતું સુવિધા મળતી નથી તેવું સણોસરા પાસેના કૃષ્ણપરા ગામને અનુભવ થઈ રહ્યો છે.
 
ભાવનગર રાજકોટ ધોરી માર્ગ પર આવેલા પ્રગતિશીલ ગામ કૃષ્ણપરાના સરપંચ શ્રી હરિશંગ ગોહિલ દ્વારા જણાવાયા મુજબ અહીથી પસાર થતી અનેક બસ ઉભી રાખવામાં આવતી નથી. સ્થાનિક વિદ્યાર્થીઓ તેમજ અન્ય ધંધાર્થીઓ કે યાત્રિકો રાહ જોતા રહે છે પરંતુ બસ સુવિધા ન મળતાં નાછૂટકે અન્ય ખાનગી વાહનમાં જવું પડે છે અને આમ ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે. તેઓએ આ અંગે રોષ વ્યક્ત કરવા સાથે અહીંયા બસ ઉભી રહે તે માટે તંત્ર પાસે માંગ કરી છે.