image

અઢારમાં વર્ષમાં પ્રવેશ

અઢારમાં વર્ષમાં પ્રવેશ...

વ્હાલા ગ્રામપરિવારજનો... નવા વર્ષના અભિનંદન...!

ઈશ્વરિયા વિજાણું પટલ લાભપાંચમ પર્વે અઢારમાં વર્ષમાં પ્રવેશ કરે છે, સત્તર વર્ષ પૂરા કર્યાનો આણંદ છે...!

'મારું ગામ - આપણું ગામ - અમારું ગામ' એમ આપણાં ઈશ્વરિયા ગામને કેન્દ્રમાં રાખી અહીંયા વાત વિગતો પ્રસ્તુત કરવાની કામના રહેલી છે, જે આપ જાણો જ છો.

વિક્રમ સંવત ૨૦૮૩નાં લાભ પાંચમ પર્વે એટલે આજે અઢારમાં વર્ષે www.ishwariya.net પ્રવેશ કરે છે, તેનો સ્વાભાવિક હરખ હોય જ... જન્મભૂમિ માતૃભૂમિ પ્રત્યે દરેકને પ્રેમ અને લાગણી રહેલી છે, તે આનંદની વાત છે.

એકતા સાથે ગામનાં સર્વાંગી વિકાસ માટે આગેવાનો સાથે દાતાઓ સતત જાગૃત અને સક્રિય રહ્યાં છે.

આપણા ગામમાં સરકારી માધ્યમિક શાળા માટે દાતા અને કાર્યકર્તાઓ સાથે સરકારી તંત્રના સંકલન સાથે જમીનની પ્રક્રિયા પૂર્ણ થવામાં છે, તેનાં ઉપર સુંદર ભવન નિર્માણ થશે. આગલાં વર્ષની જેમ જ આ વર્ષે પણ પ્રદેશ અને દેશની ખૂબ યાત્રા કરી, સામાજિક અને ધાર્મિક ઉપક્રમોમાં જોડાવાનો ભરપૂર લાભ મળ્યો.

આ વર્ષે આપણું પોતાનું સાપ્તાહિક 'આલેખન ગુજરાત' પ્રકાશન પ્રારંભ કર્યો અને વિવિધ સાંપ્રત પ્રવાહોનું નિરૂપણ તેમાં થઈ રહેલ છે, જેનો પણ એક વધુ હરખ છે.

નવા વિક્રમ સંવત વર્ષે સૌને શુભકામના સાથે ઈશ્વરિયા વિજાણું પટલ ઉપર બાકી રહેલ વધુ ઉમેરણ શરૂ કરીશું.

સૌના મળી રહેલાં સહયોગ માટે હૈયાથી ખૂબ ખૂબ આભાર...!

 

- મૂકેશકુમાર પંડિત
  સંપાદક - સંચાલક

www.ishwariya.net

લાભ પંચમી
શનિવાર તા.૧૪-૧૧-૨૦૨૬