આંગણવાડી જિલ્લા કક્ષા માતા યશોદા સન્માન શ્રી હેમાબેન દવે
આંગણવાડી વિભાગ અંતર્ગત જિલ્લા કક્ષાએ
માતા યશોદા સન્માન મેળવતા શ્રી હેમાબેન દવે
ભાવનગરમાં સમારોહમાં ઈશ્વરિયાના વતની સિહોર કચેરીમાં
ફરજ બજાવતાં કર્મચારીને અર્પણ થયું સન્માન
ઈશ્વરિયા મંગળવાર તા.૩૦-૯-૨૦૨૫
આંગણવાડી વિભાગ અંતર્ગત ભાવનગરમાં યોજાયેલ સમારોહમાં ઈશ્વરિયાના વતની સિહોર કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારી શ્રી હેમાબેન દવેએ જિલ્લા કક્ષાએ યશોદા સન્માન મેળવેલ છે.
સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ભાવનગર દ્વારા 'પોષણ ઉત્સવ ૨૦૨૫' અને 'માતા યશોદા સન્માન સમારોહ' યોજાઈ ગયો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રૈયાબેન મિયાંણીના અધ્યક્ષસ્થાને આ સમારોહમાં ઈશ્વરિયાના વતની અને સિહોર કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારી મુખ્ય સેવિકા (સણોસરા) રહેલ શ્રી હેમાબેન દવે (મહેતા)એ વર્ષ ૨૦૨૨/૨૩ સંદર્ભે જિલ્લા કક્ષાએ યશોદા સન્માન મેળવેલ છે. ઉલ્લેખનીય છે કે, તેઓ ઘણીવાર ફરજપરનાં તાલુકાના અધિકારી તરીકે પણ જવાબદારી નિભાવતાં હતાં.
આંગણવાડી વિભાગ અંતર્ગત ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ આ સમારોહમાં કચેરીનાં ફરજ પરનાં અધિકારી શ્રી રમેશભાઈ જાખણિયાનાં સંકલન સાથે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી વિક્રમભાઈ ડાભી, મહિલા બાળવિકાસ સમિતિનાં અધ્યક્ષ શ્રી બચુબેન ગોહિલ અને અધિકારીઓ અગ્રણીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાએ શ્રી વાસંતીબેન સોલંકીને (કાર્યકર ટાણા) તથા અસ્મિતાબેન મકવાણા (તેડાગર ટાણા) સન્માનિત થયેલ છે, જ્યારે સિહોર તાલુકા કક્ષાએ શ્રી રચનાબેન વાઘેલા (કાર્યકર આંબલા) તથા શ્રી અરુણાબેન મુંજપરા (તેડાગર આંબલા) સન્માનિત થયેલ છે.
