આંબલા મહિલા દિવસ ઉજવણી
આંબલા ગામે મહિલા દિવસની ઉજવણી
પ્રસંગે અપાયું માર્ગદર્શન
આંબલા ગ્રામપંચાયત અને મહિલા સ્વરાજ મંચ
દ્વારા આયોજન થયું
ઈશ્વરિયા મંગળવાર તા.૭-૩-૨૦૨૩
મહિલા દિવસ ઉજવણી પ્રસંગે આંબલા ગામે યોજાયેલ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આંબલા ગ્રામપંચાયત અને મહિલા સ્વરાજ મંચ દ્વારા સોમવારે મહિલા દિવસ ઉજવણીમાં સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરના અધિકારી શ્રી હેમાબેન દવે મુખ્ય અતિથિ રહ્યા હતા.
સંસ્થાના પ્રમુખ શ્રી સવિતાબેન રાઠોડ સાથે શ્રી હીરાબેન સોલંકી, શ્રી ધરણીબેન જાની અને શ્રી જયાબેન ચૌહાણના સંકલન આયોજન સાથે અહીંયા મહિલા અધિકાર, બંધારણીય બાબતો સાથે મહિલા જાગૃતિ અને સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.