મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી જન્મ શતાબ્દી
ઈશ્વરિયા ગામે નૂતન વર્ષ રક્તદાન શિબિરમાં
૪૯ વ્યક્તિઓએ રક્તદાન કર્યું ઈશ્વરિયા શુક્રવાર તા. ૪ - ૧૧ - ૨૦૧૧ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી જન્મશતાબ્દી પ્રસંગે ઈશ્વરિયા ગામે યોજાયેલ નૂતન વર્ષ રક્તદાન શિબિરમાં ૪૯ વ્યક્તિઓએ રક્તદાન કર્યું છે. સમન્વય સંઘ ઈશ્વરિયા દ્વારા પ્રાતઃ સ્મરણીય મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી જન્મશતાબ્દી પ્રસંગે વંદના સહ નુતન વર્ષ રક્તદાન શિબિરનું શુક્રવારના આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું ઉદઘાટન દાતા શ્રી સવજીભાઈ લુખીના હસ્તે અગ્રણી શ્રી વીરશંગભાઈ સોલંકીની મુખ્ય ઉપસ્થિમાં કરાયું હતું. આ શિબિરમાં શ્રી મોરારજીભાઈ દેસાઈ લોક શિક્ષણ કેન્દ્ર - ઈશ્વરિયા, શ્રી ઈશ્વરિયા સેવા સહકારી મંડળી, શ્રી સંસ્કાર મિત્ર મંડળ - ઈશ્વરિયા અને શ્રી ઈશ્વરિયા ઉત્સવ સમિતિના કાર્યકર્તાઓ સંકલનમાં રહ્યા હતાં. શ્રી તખ્તસિંહજી હોસ્પિટલ બ્લડબેંક - ભાવનગર દ્વારા રક્ત સંકલન કરાયું હતું, જેમાં ૪૯ વ્યક્તિઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
|